પ્રિયાંશી - 14

(11)
  • 3.6k
  • 1.8k

" પ્રિયાંશી " ભાગ-14 માયાબેનના સમજાવ્યા પછી પ્રિયાંશી થોડી શાંત થઈ. તેને એવું લાગ્યું કે મેં ભુલથી મુકેશભાઈના ઘરે જન્મ લઇ લીધો હતો. મારા સાચા મમ્મી-પપ્પા તો આજ છે, જેમણે મને ખૂબજ લાડ-પ્યારથી મોટી કરી મને આટલું સરસ ભણાવી છે અને તેણે નક્કી કર્યું કે ગમે તે થાય પણ હું તેમનો ઉપકાર જીવનભર નહિ ભૂલું. મિલાપ અને પ્રિયાંશીના એંગેજમેન્ટ ગોઠવાયા તે દરમિયાન મિલાપને યુ.એસ.એ.ના વિઝા મળી ગયા હતા. હવે તેણે યુ.એસ.એ. જવાની ટિકિટ પણ લઇ લીધી હતી. પંદર દિવસ પછી તે યુ.એસ.એ. જવાનો છે. તેને જરાપણ જવાની ઇચ્છા નથી પણ પપ્પા મિહિરભાઇની ઇચ્છાને કારણે તે "ના" પાડી શકતો નથી. મિલાપ