સમય ની ચાલ

(16)
  • 4.1k
  • 966

પળેપળ સમય પોતાનું રૂપ બદલતો રહે છે. સમયના સાચા સ્વરૂપને સમજવાનું કામ અત્યંત મુશ્કેલ છે. કવિઓ, વિચારકો, ફિલસૂફો અને આર્ષદ્રષ્ટાઓએ, પોતપોતાની રીતે સમયને જોવાના અને મૂલવવાના પ્રયત્નો કર્યા છે પણ એ દરેકના મત એકબીજાથી સાવ ભિન્ન છે. સમયની ક્ષણો ક્યારેક ઉત્સવ જેવી લાગે છે તો ક્યારેક આંસુ-ભીની! વળી, રોજે-રોજ સંજોગોની ચબરખીમાંથીતો સાવ અણ ધાર્યા લખાણો જ નીકળે છે! બિચારા માણસનું ભોળું ભટાક મન, ભીતર-ભીતર લાખ સવાલો ઘૂંટતું, ચૂપચાપ બેઠું રહે છે અને વળાંક-વળાંકે સમય સતત બદલાતો રહે છે! સમય બધાંને મોં માગી અને મનગમતી ચીજો ક્યાં આપે છે? કોઈ નસીબદારને એ વણમાગ્યે જ બધું આપી દે છે