સમાંતર - ભાગ - ૮

(51)
  • 5.7k
  • 3
  • 2.7k

સમાંતર ભાગ-૮આપણે આગળના ભાગમાં જોયું કે કેવી ખૂબસૂરત પળો ઝલક અને રાજના દીકરા દેવના જન્મનું નિમિત્ત બને છે અને એજ દેવ આગળ જતા ઝલક અને નૈનેશની મુલાકાતનો નિમિત્ત બને છે. બેચેન નૈનેશ કયા પ્રોમિસના લીધે ઝલકને મેસેજ કરતા અટકી જાય છે અને નૈનેશના નમ્રતા જોડે લગ્નજીવનની શરૂઆતના સંજોગો કેવા હોય છે, હવે આગળ..*****રાતના લગભગ 3 વાગી ગયા હોય છે. ઝરમર વરસાદ આવીને અટકી ગયો છે ને વાતાવરણમાં સખત બફારો હોય છે. નૈનેશ રૂમમાં જાય છે, એક વાર ફરી વોટ્સઅપ ખોલે છે અને ઝલકને મેસેજ ટાઈપ કરે છે."હાઈ બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર..ઘણો લાંબો રહ્યોને આજનો દિવસ.!? જોને રાતના 3 વાગી ગયા