સ્કેન્ડિનેવિયાની સફરે - 2. ફિનલેન્ડ અને ઉત્તર નોર્વે 

  • 4.4k
  • 1.5k

બીજે દિવસે અમારે સ્ટોકહોમ અને સ્વીડનને બાય કરવાનું હતું. સવારે તૈયાર થઈને નાસ્તો પતાવ્યો એટલે અમારી પીક-અપ ટેક્ષી આવી ગઈ અને અમે એરપોર્ટ પહોંચ્યા. સ્ટોકહોમથી હેલ્સીન્કી અને ત્યાંથી ત્રણ કલાક પછી બીજી ફ્લાઇટ પકડીને ફિનલેન્ડના રોવાનિએમી શહેર જવાનું હતું. આ પ્રવાસનું આયોજન શરુ કર્યું ત્યાં સુધી આ જગ્યાનું નામ પણ નહોતું સાંભળ્યું. પણ મિત્ર ડો. પ્રદીપભાઈનો આગ્રહ હતો કે ત્યાં તો જવું જ જોઈએ એટલે એના વિષે સર્ચ કર્યું તો એની બે વિશેષતા જાણવા મળી. એક તો એ કે આ શહેર આર્કટિક સર્કલ પર આવેલું છે. અને બીજી મોટા ભાગના પશ્ચિમી સમાજ અને નાતાલ ઉજવનારા બધા માટેની ખૂબ મહત્વની વાત - એ સાન્ટા ક્લોઝ નું એક ગામ