દિલ ની વાત ડાયરી માં - 3

(13)
  • 6.2k
  • 3.3k

આગળ જોયુ કે એરપોર્ટ માં રેહાન ની નજર રીયા પર પડે છે. રેહાન અને રીયા બંને સાથે લંડન જઇ રહ્યા છે. હવે આગળ જોઇએ...રેહાન અને રિષીતા તેમનો સામાન ગોઠવી સીટ પર બેસે છે. રેહાન ને રીયા દેખાય છે કેમ કે રીયા ની સીટ ક્રોસ માં જ હોય છે. ૧૨ કલાક ની મુસાફરી માં રેહાન દસ-પંદર વખત રીયા ને જોઇ છે કે રીયા શું કરે છે.. ડિનર કર્યા બાદ રીયા મેગેઝીન વાંચી ને સુઇ જાય છે પરંતુ રેહાન ની ઊંઘ તો હરામ થઈ ગઈ હોય છે. સૂતેલી રીયા ને રેહાન જોયા જ કરે છે અને આ બધુ રિષીતા નોટીસ કરે છે.