આર્યવર્મનની વાત સાંભળીને બધાના ચહેરાનો રંગ ઊડી ગયો. આગળ શું કરવું તે કોઈને સૂઝી રહ્યું નહોતું. આર્યવર્મને રિદ્ધિને જરૂરી દવાઓ આપ્યા પછી બધાને પોતપોતાના રૂમમાં જવા માટે કહ્યું. પછી તે બધાથી પહેલાં લેબમાંથી બહાર નીકળી ગયો. એટલે બધા પોતપોતાના રૂમમાં પહોચી ગયા. આર્યવર્મન પોતાના રૂમમાં એક ખુરશી બેસીને કાન પર હેડફોન લગાવ્યા અને આંખો બંધ કરીને ગીત સાંભળવા લાગ્યો. થોડીવાર પછી સંધ્યાએ રૂમમાં આવીને આર્યવર્મનને ગીત સાંભળતા જોયો એટલે તે સમજી ગઈ કે રિદ્ધિની કોઈ સમસ્યા મોટી છે તેથી જ આર્યવર્મન આ રીતે અહી ગીત સાંભાળીને કોઈ સમાધાન વિચારી રહ્યો છે. જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે આર્યવર્મન આવું જ વર્તન