જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 31લેખક – મેર મેહુલ બીજા દિવસે ફરીવાર હું અને બકુલ પોતાનો મનસૂબો કાયમ કરવા મળ્યા.આજે બકુલના પ્લાન પર ચાલવાનું હતું.બકુલ પોતાની સાથે કિલો તેલનું પાઉંચ લઈને આવ્યો હતો.“આ તેલ શા માટે લાવ્યો”મેં પૂછ્યું.“તું કંઈ પૂછ નહિ”તેણે કહ્યું, “તું 1 TBની હાર્ડડિસ્ક લાવ્યો?” મેં બેગમાંથી હાર્ડડિસ્ક કાઢીને તેને આપી.તેણે મને એ તેનું પાઉંચ આપતાં કહ્યું, “હવે સાંભળ,બી.સી.પટેલને આજે પહેલો લેક્ચર નથી.એ પોતાની ઑફિસમાં જ રહેશે. હું હમણાં તેને ચા આપવા જઉં છું.તેમાં મેડિકલેથી લીધેલી આ દવા નાખીને એને આપી દઈશ.આ દવાથી તેનું પેટ ખરાબ થઈ જશે.એની ઓફિસથી નીચેનું બાથરૂમ નજીક પડે છે એટલે