અંતિમ વળાંક - 11

(26)
  • 4k
  • 2.1k

અંતિમ વળાંક પ્રકરણ ૧૧ સરદારના હાથમાં લાંબો અને ધારદાર છરો જોઇને મિતે ચીસ પાડી. સરદાર હજૂ કાંઈ પણ કરે તે પહેલાં બહાર જીપનો અવાજ આવ્યો. સરદારે ઊંચા થઈને બારીમાંથી બહાર જોયું તો ચારે બાજૂથી પોલીસવાનનો કાફલો મકાનને ધીમે ધીમે ઘેરી રહ્યો હતો. પોલીસથી બચવા માટે છોકરાનો ઉપયોગ ઢાલ તરીકે કરવાનો સરદારે મનોમન નિર્ણય કરી લીધો. અચાનક ગભરાયેલી હાલતમાં સલીમ અને ફિરોઝ તૂટેલો દરવાજો ખોલીને અંદર આવી ભરાયા. “સલીમ તુ બહાર જાકે ગાડી ચાલુ કર”. સરદારે હુકમ કર્યો. સલીમ અને ફિરોઝ છુપાતા છુપાતા થોડે દૂર ઝાડની ડાળીઓ અને પાંદડાઓ વચ્ચ્ચે સંતાડેલી મારુતિવાનમાં બેસી ગયા. જેવી વાન સ્ટાર્ટ થવાનો અવાજ સંભળાયો કે