કોલેજનો અંતિમ દિવસ

  • 2.3k
  • 1
  • 804

કોલેજ: માત્ર એક જગ્યા નહી, પણ અસંખ્ય સ્મૃતિઓ નો ભંડાર. આજે કોલેજ ના ગેટ આગળ ઉભા રહીને કઈક અલગ જ પ્રકારની લાગણી નો અનુભવ થાય છે. આજે છેલ્લી વાર ફરી એક વખત આ કોલેજ ની, આ કેમ્પસ ની એ દુનિયા, એ ઝીંદગી જીવી લેવા માગું છું. આજે મારો કોલેજનો ફેરવેલ ડે છે. બસ આ 5 વર્ષ નો આ સંગાથ હવે પૂર્ણાહુતિ પર છે. બસ કેટલાક કલાકો ની જ વાર છે ત્યારપછી આ કોલેજ મારા માટે ભૂતકાળ બની જશે. આ એ જગ્યા જ્યાં આત્મવિશ્વાસ અને ઉત્સાહથી મારા પગ ઉપડતાં એ મારા કદમ આજે આત્મવિશ્વાસવિહીન અને ઉદાસીનતા સાથે ઉપડી રહ્યા છે. આ