લવ બ્લડ - પ્રકરણ-14

(88)
  • 5.9k
  • 9
  • 3.1k

લવ બ્લડપ્રકરણ-14 દેબાન્શુની કોલેજ આજથી ખુલી રહેલી અને દેબુએ માતાપિતાનાં બંન્નેનાં આશીર્વાદ લીધાં. એનાં રૂમમાં આવ્યો અને એણે એની બેગમાં મૂકેલો દુપટ્ટો જોયો એ પાછો સ્મરણમાં ખોવાયો આજે મને નુપુર મળશે કેટલાય દિવસો પછી જોઇશ. પાછો વાસ્તવમાં આવ્યો માં બાબાને મંદિરમાં દર્શન કરીને ડાઇનીંગ ટેબલ બેઠો માં એ દૂધ નાસ્તો આવ્યો એટલે ફટાફટ પતાવી દીધાં કોલેજ જવાની ઉતાવળ હતી. માં એ ટોકયો પણ ખરો દૂધ નાસ્તો શાંતિથી કર દિકરા કેમ ઉતાવળ કરે ? પછી ભૂખ લાગશે કેમ ઉતાવળ કરે ? સુરજીતરોયે હસતાં હસતાં કહ્યું "એનો કોલેજનો પહેલો દિવસ છે એની સાથેનાં ઘણાં મિત્રો આ કોલેજનાં હશે બધાને મળવાની તાલાવેલી હશેને..