પ્રતિક્ષા - ૪૧

(39)
  • 3.5k
  • 1.3k

કહાનના ગયા ને ૧૫ મિનીટ ઉપર થઇ ચુક્યું હતું. ટેબલ પર પડેલા પીઝા ત્યાંજ પડ્યા પડ્યા ઠંડા થઇ ચુક્યા હતા પણ રચિત કે ઉર્વા બન્ને માંથી કોઈ તે પીઝા અડી પણ નહોતું રહ્યું. એક બહુ જ વજનદાર મૌન પુરા માહોલમાં છવાઈ ચુક્યું હતું અને તે તોડવાની શરૂઆત કોણ કરશે તે બન્નેમાંથી કોઈ જ જાણતું નહોતું. “તું કોલ્ડડ્રીંક લઈશ?” રચિતે થમ્સઅપની બોટલ હાથમાં લઇ પૂછ્યું “હં...” ઉર્વા કંઈ સમજી ના શકી. આવા સમયે રચિત કોલ્ડડ્રીંકની વાત કરશે તે તેને નહોતું માનવામાં આવતું. "થમ્સઅપ તું પીવાની છે? તો બીજી મંગાવું એટલે...” રચિતે પેપરના ગ્લાસમાં થમ્સઅપ ઠાલવતા કહ્યું “તને અત્યારે થમ્સઅપ કઈ રીતે