ઈશાન અને સ્ત્રીઓ - ૪

  • 3.5k
  • 1
  • 1.3k

(ગયા અંકે તમે જોયું.. અમીએ એના ડોક્ટર્સની મદદથી શિલ્પાની ટ્રીટમેન્ટ કરી ઈશાન અને શિલ્પા એકબીજાને જોઈ ખુશ થયા. અમી અને ઈશાન વચ્ચે બાળપણની વાતો વાગોળાઈ. અમીએ ઇશાનને એકાઉન્ટ્સની જોબ ઓફર કરી અને ઘરે જઈ વૈશાલી સાથે બાળપણના ક્રશ ઈશાન વિશે હસી મજાક થઇ હવે આગળ...) **************** ઈશાન અને સ્ત્રીઓ ભાગ - ૪ **************** ડિમ્પલ હોસ્ટેલમાં રાત્રે ચક્કર લગાવી રહી હતી. વારંવાર એની નજર ઈશાનની હોસ્ટેલ તરફ જતી. "આ ઈશાન હજી સુધી આવ્યો કેમ નહીં હોય?" આવા સવાલો એ એના મનને પુછતી. રાત્રે ત્રણ સુધી આજ રીતે હોસ્ટેલના બીજા માળે ચક્કર લગાવતા લગાવતા આખરે કંટાળીને એ પોતાના રૂમમાં જઈને સુતી.