સંજુ જીતું પાર્ટ : 4

  • 3.1k
  • 1.2k

પાર્ટ : 4 “ભૂખ લાગી છે મને. તું ચૂપ કર હમણાં. તને ખાતા વાર નાં લાગે મને.” જીતુંએ ગુસ્સાથી કહ્યું પણ સંજુને સમજ નાં પડી કે આ ગુસ્સો હતો કે મજાક..!! એ ચૂપ રહી. જ્યાં સુધી ભરપેટ જીતુંએ જમી નાં લીધું ત્યાં સુધી એક શબ્દ બોલ્યો નહીં. સંજુ એની આ ભૂખની આદતથી વાકેફ હતી. સંજુએ અમસ્તો જ દેખાવ ખાતર જમવાનાને ન્યાય આપ્યો પણ એણી ભૂખ તો તદ્દન ઉડી ગઈ હતી. “સંજુ તું ત્રણ દિવસની રજા જ લઈને આવી હતી તો રોકાઈ કેમ નહીં ?” જીતુંએ પૂછ્યું. “હું તારા સવાલોનો જવાબ આપવા માટે બંધાયેલી નથી.” સંજુએ ગુસ્સાથી કહ્યું. “તારે બધા