કાવતરું - 3

(60)
  • 5.2k
  • 2
  • 3.3k

કાવતરું ભાગ – 3 લેખક – મેર મેહુલ રાઠોડ પાછો આવ્યો ત્યારે નેન્સી,રિયા સાથે દેવ પાટલી પર બેઠાં તેની રાહ જોતાં હતા. “નેન્સીને અંદર લેતો આવ ચાવડા”રાઠોડે અંદર તરફ જતાં દેવ તરફ ત્રાંસી નજરે જોતાં કહ્યું.રાઠોડ પાછળ ચાવડા અને નેન્સી પણ અંદર ગયાં. “નેન્સી તારાં મમ્મીનું મર્ડર થયું છે અને કદાચ પપ્પાનું પણ.જો તું અમને મદદ કરીશ તો તેઓના હત્યારાને પકડવામાં અમને મદદ થશે”રાઠોડે કહ્યું, “તારા કહેવા મુજબ તારાં મમ્મીની હત્યા થઈ તેની થોડીવાર પહેલાં ઉપરનાં રૂમમાં ગયાં હતાં.એ સમય દરમિયાન તને કોઈ ચહલપહલ જોવા મળી હતી?,કોઈ દરવાજો ખુલવાનો અવાજ અથવા કોઈની આહટ.” “જ્યારે મમ્મી ઉપરનાં રૂમમાં ગઈ ત્યારે હું