પ્રતિબિંબ પ્રકરણ - ૧૩ ઈતિ અને હેયા ઝડપથી રેડી થઈને નીચે એ હોટલનાં એક બેન્ક્વેટ કહી શકાય એવાં નાનકડા ડેકોરેટેડ હોલ પાસે આવ્યાં. ઈતિ : " પણ આજે શું છે એ તો કહે આ બધું શું કરી રહ્યાં છો બધાં ?? પહેલાં તો આખું ફેમિલી સાથે મળીને મને સરપ્રાઈઝ આપી હવે અત્યારે બીજી સરપ્રાઈઝ છે એવું પપ્પાએ કહ્યું.." હેયા : " દીદી ચાલોને મારી. બસ તમે ખુશ થશો એ મારી ગેરંટી..." "સારું ચાલ ." હેયાએ જેવો ડોર ખોલ્યો કે આખો હોલ એકદમ શણગારાયેલો છે સાથે જ આખું ફેમિલી છે ને થોડાં રિલેટીવ્સ પણ છે. વચ્ચે મોટી કેક મુકેલી છે. ત્યાં