મારા ઇશ્કનો રંગ - 1

(11)
  • 4.5k
  • 4
  • 1.9k

પ્રકરણ 1 "તો આ તમારો અંતિમ નિર્ણય છે?" અમદાવાદમાં ઉસ્માનપુરા વિસ્તારના એક કોફી શોપમાં ખૂણાના ટેબલ પર બેસીને એક છોકરો તેની સામે બેઠેલી છોકરીને આવું પુછી રહ્યો હતો. અહીં જાણે "તું" ના બદલે "તમારે" શબ્દ જાણી-જોઈને વપરાયો હતો. કોઈને પણ તે બંનેની સામે જોતા ખ્યાલ આવી જાય કે આ બંને ઝઘડી રહ્યા છે અને બંને હમણાં જ કૉફી શોપમાં જ કોઈ મોટો ઝગડો કરીને મારામારી કરી બેસશે. છોકરાનો ગુસ્સો તો સાતમા આસમાને હતો જ પણ છોકરીની આંખો રડી-રડીને સાવ સૂઝી ગઈ હતી. છોકરાએ આ વસ્તુ પણ નોટ કરી કે જે આંખોમાં એ પોતાની માટે માત્ર પ્રેમ જોવા ઈચ્છતો હતો એમ