Happy Age Home

(26)
  • 3.4k
  • 4
  • 1.4k

#Happy_Age_Homeઉંમર એટલે તમે પસાર કરેલા વરસો નહિ, પરંતુ તમે કેટલા વર્ષોની મજા માણી છે એ... પ્રકરણ ૧સવારના 9:45 વાગ્યા હતા. હું અમારા મેગેઝીનના તંત્રીએ મને આપેલ સરનામે પહોંચી ગયો હતો. આમ તો હું ફોટોગ્રાફર છું પણ મારી લખવાની કળાથી ઈમ્પ્રેસ થઈને તંત્રીએ મને અહીં સંસ્થામાં રહેતા લોકો સાથે વાતચીત કરીને એમની લાગણીઓ રેકોર્ડ કરવાનું અને ફોટા લેવાનું કહ્યું હતું જે ફિલ્ડ મટીરીયલ તરીકે એક ફેમસ લેખકને મેગેઝીનમાં કવર સ્ટોરી લખવા માટે આપવાનું હતું.એક જૂની પરંતુ ભવ્ય બિલ્ડિંગના કમ્પાઉન્ડની બહાર મેં બાઇક પાર્ક કર્યું. હું થોડો વહેલો આવ્યો હતો અને નર્વસ હતો.