અંતિમ વળાંક - 10

(26)
  • 4.5k
  • 1
  • 2.2k

અંતિમ વળાંક પ્રકરણ ૧૦ અખબારમાં મિતના અપહરણના સમાચાર વાંચીને આદિત્યભાઈ પર સગા સબંધીઓના ફોન આવવાના ચાલુ થઇ ગયા હતા. ઇશાન છેલ્લી દસ મિનિટથી સેલફોન પર મૌલિક સાથે વાત કરી રહ્યો હતો. “ના.. મૌલિક તારે અહીં ધક્કો ખાવાની જરૂર નથી. કાંઇક સમાચાર મળશે એટલે તને તરત જાણ કરીશ”. સામે છેડેથી મૌલિક બોલી રહ્યો હતો “ઇશાન, મારે કાકા સાથે હમણા જ વાત થઇ છે. અમદાવાદની બોર્ડરના તમામ રસ્તાઓ પર ગઈકાલે સાંજથી પોલીસનું સધન ચેકિંગ ચાલુ થઇ ગયું છે. નવાઈ લાગે તેવી વાત તો એ છે કે આપણા મિતને કિડનેપ કરવાનું તે લોકોનું પ્રયોજન સમજાતું નથી”. “હા યાર, મારે તો અહીં કોઈની સાથે