ચણોઠીનાં વન એટલે જીવન - 10

  • 3k
  • 1k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 10 વિજય શાહ “સંવેદન ૨૯ મારો દીકરો ભોળો છે” મારો દીકરો ભોળૉ છે .હીના બોલતી હતી અને જ્વલંત સાંભળતો હતો રોશની અને દીપ વચ્ચે ૪ વર્ષનો ફેર છે પણ કામદેવનાં તીર બંનેને એક જ સમયે વાગ્યા છે.વાત તો ફક્ત રોશની ની જ લખવી છે પણ દીપ એ વાતોમાં ક્યાં અને કેવી રીતે વણાઇ જાય છે તે સમજાતુ નથી. અભિલાષે હીરાની વીંટી આપ્યા પછી રોશની નાં સાસુ અને સસરા આવ્યા અને ખુબ ખુશી વ્યક્ત કરી ગયા. હીરાનો હાર, મોંઘોદાટ હજાર ડોલરનો હળવા કલરનો શરારો અને મીઠાઇ લઇને આવ્યા. જાતેજ વિવાહ નું ઉજવણું કરી ગયા આનંદનો પ્રસંગ