રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 24

(114)
  • 3.8k
  • 6
  • 1.9k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૪ "રાજકુમાર સાત્યકીને અતિથિ વિશેષ કક્ષમાં ઉતારો આપો અને એમનાં માટે ઉત્તમ રાત્રીભોજનો પ્રબંધ કરો. એમનાં આતિથ્યમાં કોઈ કચાશ ના રહેવી જોઈએ." મેઘનાએ સાત્યકીના આગમનનો સંદેશો લઈને આવેલાં સૈનિકને આદેશત્મક સ્વરે કહ્યું. મેઘનાની રજા લઈને એ સૈનિક ત્યાંથી ગયો એ સાથે જ મેઘનાએ પોતાની જોડે બેસેલાં રુદ્ર તરફ ચિંતિત નજરે જોતાં કહ્યું. "રુદ્ર, ઈન્દ્રપુરનાં રાજકુમારનું આમ અહીં પધારવું અકારણ તો નહીં જ હોય, નક્કી એ કોઈ આશય સાથે જ અહીં આવ્યો હોવો જોઈએ." "એ જે કંઈપણ હશે એ એનાં સમયે સમજાઈ જશે. અત્યારથી એ વિશે વધુ વિચારવાની જરૂર નથી મારી વ્હાલી." મેઘનાની તરફ જોઈ આંખ