દેવલીનો પ્રકોપ ગામ પર ઉતરી આવ્યો છે તેની જાણ જીવણ અને કંકાવતીને સારી રીતે થઈ ગઈ હતી.બંનેને ખ્યાલ આવી ગયો હતો કે દેવલી બે દિવસ ડરાવીજ શકશે અને જ્યાં લગી તેના આત્માને તેને લાયક કોઈ દેહ નહીં મળે ત્યાં સુધી ધમપછાડા કરશે.પણ,હા ત્રણ દિવસ બાદ તેનામાં ઓર શક્તિ વધવાની પ્રબળતા વધુ રહેલી હોવાથી તેનો રસ્તો કરવો જરૂરી હતો. કાળી ભમ્મર કડકડતી રાતે ઉપરવાળો જાણે રુઠયો હોય તેમ ધોધમાર વરસવા લાગ્યો.ફોન પર થયેલી વાતના આધારે બે ઓળાઓ આવી ભયંકર રાતને ઓઢીને દેવલીને જ્યાં દાહ દેવામાં આવ્યો હતો ત્યાં આવી પહોંચ્યા.વરસાદથી ભીંજાઈને ઓગળી ગયેલી રાખમાં