પ્રિંસેસ નિયાબી - ભાગ 23

(25)
  • 4.4k
  • 3
  • 1.8k

વ્રનીનું ઘર આવ્યું એટલે એ રોકાઈ ગઈ ને બોલી, આ મારુ ઘર છે.નિયાબી અને ઓનીરે વ્રનીના ઘર તરફ નજર કરી. એક સાવ તૂટેલું ફુટેલું ઝૂંપડું હતું. ના એની છત સલામત હતી ના એની ભીંતો. ચારે બાજુ જમીન હતી પણ એ સૂકી ભઠ હતી. એને જોઈને જ લાગતું હતું કે આ ઘરમાં કઈ હશે નહિ. નિયાબી અને ઓનીરે એકબીજાની સામે જોયું.વ્રની દોડીને ઘરમાં ગઈ અને એક પ્યાલામાં પીવાનું પાણી લઈ આવી. એણે નિયાબી તરફ પ્યાલો લંબાવ્યો. નિયાબીએ એમાંથી થોડું પાણી પીધું. વ્રની પાછી અંદર ગઈ ને બીજીવાર પ્યાલો ભરી લાવી. એણે ઓનીર તરફ પ્યાલો લંબાવ્યો. ઓનીરે પાણી પીધું.નિયાબી: વ્રની ઘરે કોઈ