કોલેજના દિવસો અને પ્રેમ - ૪

  • 3.4k
  • 2
  • 1.4k

એક દિવસ હું ઘરમાં મારા કોમ્પ્યુટર ઉપર બેઠો હતો. મારી ટેવ મુજબ તેના અલગ કરેલા ફોટાનું ફોલ્ડર ખોલીને રાખ્યું હતું. ઘરના બધા જ સભ્યો જેવા આમ-તેમ થાય કે તરત જ હું તેના ફોટા જોવા લાગતો હતો. પણ જ્યારથી મને ખબર પડી કે હું પણ તેને ગમું છું ત્યારથી હું કોમ્પ્યુટરમાં તેના ફોટા જોતા-જોતા તેની સાથે વાતોએ વળગી જતો. પણ આજે તેના ફોટા જોતા-જોતા હું ખોવાઈ ગયો, બરાબર એ જ સમયે મારી મમ્મી પાછળ આવી ને ઉભી રહી ગઈ અને હું એકલા એકલા જે બબડ્યા કરતો હતો તે સાંભળતી હતી. તે સમજી ગઈ કે આજકાલ મારૂં ચિત્ત ક્યાં ચોંટ્યું હતું. રહી