મેહા ઉઠીને તૈયાર થાય છે અને કૉલેજમાં જવા માટે નીકળે છે. ક્લાસમાં પહોંચતા જ મેહાની પ્રાચી અને રજત પર નજર જાય છે. મેહા પ્રાચીને ધ્યાનથી જોઈ રહી. આછો ગુલાબી પિંક ડ્રેસ. ખુલ્લાં લાંબા વાળ. પ્રાચીના ચહેરા પર એક પ્રકારની સમજદારી. રજતને પ્રાચીએ કુશળતાથી સંભાળી લીધો હતો. રજત પરેશાન હતો ત્યારે પ્રાચીએ એનો સાથ આપ્યો હતો. સ્વાભાવિક છે કે રજત એના તરફ ખેંચાય. પોતે રજતને કેમ ન સમજી શકી? એટલામાં જ મેહા પાસે નેહા,મિષા અને પ્રિયંકા આવે છે. મિષા:- "Hi મેહા."મેહા:- "Hi મિષ."મિષા મેહાની બાજુમાં બેસી જાય છે. મેહા:- "તું અહીં કેમ બેસી ગઈ?"મિષા:- "મેહા આપણે ફ્રેન્ડ છીએ રાઈટ?"મેહા:- "રાઈટ. તો?"મિષા:- "તો મારે મારી