દિલ પ્રેમનો દરિયો છે - 34

(27)
  • 3.4k
  • 4
  • 1.4k

રાતની શીતળ ચાંદની બે ધબકતા દિલની વાતો સાંભળી રહી હોય તેમ આખા વાતાવરણમાં પ્રકાશ ફેલાવી રહી હતી. દિલ ધબકતું હતું ને બધુ ભુલી જ ભુલી એકબીજાની બાહોમાં ચાંદનીની જળહળતી રાતે બે દિલ વાતોમાં ખોવાઈ ગયા હતા. " પરી જે થવાનું હતું તે થઈ ગયું. હવે તેને બદલવું આપણા હાથમાં નથી પણ આમ હિમ્મત હારી ને તુટી જવું તે પણ યોગ્ય નથી. " "પણ, આપણો સાથ.....!!! " પરીના શબ્દો મહેરની આખોમાં જોતા જ થંભી ગયાં. આંખોના ઊંડાણમાં ખુશી કરતા ખામોશી વધારે હતી. તે બહારથી જેટલો ખુશ રહેવાની કોશિશ કરતો હતો તેટલો જ અંદરથી તુટી ગયો હતો. "આપણા સાથ ને કોઈ નહીં તોડી