પ્રણય શત્રુ

  • 3.5k
  • 850

બેરેકના ખૂણામાં પડેલ પેલી કાનો તૂટેલી વિકલાંગ માટલી ને તળીયે કાણું પડેલ દિવ્યાંગ લોટો. બંને જાણે કે ભવ ભવનાં ભેરુ હોય એમ એકમેકમાં ઓતપ્રોત થઈ પ્રણય ગોષ્ઠિ કરે છે. એમને ક્યાં ખબર કે તેમને જોઈ જોઈને કોઈ ઇર્ષાની આગમાં સળગી રહ્યું છે ને વિરહની વેદના ભોગવી રહ્યું છે. સાત જ દિવસમાં વ્યોમની જિંદગી જ એકાએક બદલાઈ ગઈ. કેવી હસતી ખેલતી દુનિયા હતી ! પોતે કેવો સ્વપ્ન સૃષ્ટિમાં જીવતો હતો ! અચાનક જ આ કાળકોટડીમાં આવી ભરાયો !! કાયમ વિહંગાવલોકન કરતાં એ ભોળા પક્ષીનું જીવન, માત્ર ખાખી કપડાંની આવન જાવનને દ્રષ્ટિગોચર કરવા પૂરતું જ સીમિત બની ગયું.એનાં કાનમાં પોલીસ જમાદારના એ શબ્દો