૬ સેમેસ્ટર (યાદો કોલેજની) - 1

  • 2.7k
  • 1
  • 988

૬ સેમેસ્ટર (યાદો કોલેજની) (First Time) First Time જીવનમાં પહેલી વખતનું ઘણું બધુ મહત્વ છે.આપણે બધા જીવનમાં થયેલી દરેક પહેલી વખતની વસ્તુને જીવનભર યાદ રાખીએ છીએ.જેમકે શાળાનો પ્રથમ દિવસ, પહેલી વાર થિયેટરમાં જોયેલું પહેલું પિક્ચર, પહેલો મોબાઇલ, કોઈ ખાસ વ્યકતી પાસેથી મળેલું પહેલું ગિફ્ટ, પહેલું વાચેલું પુસ્તક, પહેલી વખત પૈડાં વગર ચલાવેલી સાઇકલ, પહેલી વખત ક્લાસરૂમની બહાર ઊભા રહીને કરેલી મસ્તી, પહેલી નોકરી, જીવનમાં આવેલી પહેલી છોકરી, પહેલી વાર મનગમતી છોકરી સાથે ફોન પર કરેલી વાતો, પહેલો મિત્ર, બોર્ડની પરિક્ષાનો પહેલો દિવસ, પહેલી વખત એકલા કરેલી મુસાફરી, પહેલી વખત વિમાનમાં બેસવાનો આનંદ, પહેલી વખત શાળા તરફથી