નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૭

(44)
  • 5.5k
  • 1
  • 2.1k

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૭ મોહનભાઈ ધનસુખભાઈને લઈને ખૂબ જ ખુશ હતાં. તે રુકમણીબેન અને સંધ્યાની મનપસંદ મીઠાઈ લઈને ઘરે આવ્યાં. સંધ્યાએ તેનાં મનપસંદ રસગુલ્લા લઈને, એક મોંમાં મૂક્યું. ત્યાં જ અચાનક કોઈ ત્યાં આવ્યું. જે જોઈને રુકમણીબેનની આંખો ભીની થઈ ગઈ. એ વ્યક્તિ અંદર આવીને રુકમણીબેન પાસે જઈને, હાથ જોડી માફી માંગવા લાગ્યો. રુકમણીબેનના આંખની અશ્રુધારા રોકાવાનું નામ નહોતી લઈ રહી. "અરે, તમે આમ હાથ નાં જોડો. એક બાપ દીકરી સામે હાથ જોડે, એ સારું નાં લાગે." રુકમણીબેન ગળગળા અવાજે બોલ્યાં. રુકમણીબેનના એ શબ્દોથી એટલું સાબિત થતું હતું કે, તેમની ઘરે આવેલ વ્યક્તિ તેમનાં પપ્પા હતાં. જેમનું વર્ષો પછી