પ્રિયાંશી - 13

(15)
  • 3.7k
  • 1
  • 1.8k

" પ્રિયાંશી " ભાગ-13 બધી જ વાત મિહિરભાઇ અને અંજુબેને શાંતિથી સાંભળી, આ બાજુ અંદર પ્રિયાંશીએ પણ આ વાત સાંભળી, તેને તો શું કરવું તેની કંઇ ખબર જ પડતી ન હતી. એકસાથે હજારો પ્રશ્નોની વણઝાર મનમાં ચાલી રહી હતી, મમ્મી-પપ્પાને કઇ રીતે પૂછવું એમ તે વિચારવા લાગી, તેના માન્યામાં આ કોઈ વાત આવતી જ ન હતી, તેનું નાજુક હ્રદય આ વાતને સ્વીકારવા તૈયાર જ ન હતું, હજી પણ તેને થતું કે મમ્મી એકવાર કહી દે કે આ બધી જ વાત ખોટી છે, હું તો મારા પપ્પા હસમુખભાઈ અને મમ્મી માયાબેનની જ લાડકી દીકરી છું. અને તે ખૂબજ હતાશ થઈ ગઇ