રાઈટ એંગલ પ્રકરણ–૨૮ કશિશ એની સામે જોઇ રહી. રોજ કરતા ધ્યેયની આંખમાં આજે કંઈક અલગ જ ભાવ હતો. કશિશ એકાદ ક્ષણ માટે એ નજરમાં વરસતા સ્નેહ–આદરને જોઇ રહી. પછી જાણે એની નજરનો ભાર લાગતો હોય અને એમાંથી બહાર નીકળવા ઇચ્છતી હોય તેમ બોલી, ‘પ્રાઉડ–બ્રાઉડ તો ઠીક છે પણ અત્યારે પેટમાં બિલાડાં બોલે છે એનું શું કરવાનું છે?‘ ‘ઓહ...મારો કૂક આજે રજા પર છે.‘ ‘ચાલ, આપણે બેવ કશું કિચનમાં બનાવી લઇએ?‘ કશિશે રસોઇ કરવાની તૈયારી દેખાડી. ‘નો...બહારથી જ કશું મંગાવી લઇએ....યુ નો આજે તારામાં મને ઝાંસીની રાણી દેખાઇ રહી છે. એટલે હવે રાણી તો કાઇ દિવસ રસોઈ બનાવતી હશે?‘ ધ્યેયની આ