રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 23

(127)
  • 4.2k
  • 6
  • 2.1k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૩ મેઘના જે શંકાભરી નજરે પોતાને નિહાળી રહી હતી એ રુદ્ર માટે અસહ્ય હતું. પોતાનો પ્રેમ આજે પોતાને એ સવાલો કરી રહ્યો હતો જેનાં જવાબ આપવા રુદ્ર અત્યારે ઈચ્છતો નહોતો. છતાં જે રીતે થોડાં દિવસોમાં એની અને મેઘનાની વચ્ચે જે કંઈપણ થયું છે એ અંગે વિચાર આવતાં જ રુદ્રને થયું કે જે યુવતી પોતાને સંપૂર્ણ સમર્પિત હોય એને સઘળું સત્ય કહી દેવું જોઈએ. રુદ્રએ પોતાની વાતને કઈ રીતે મેઘના સમક્ષ રજુ કરવી એ મનોમન નક્કી કર્યું અને મેઘનાની આંખમાં આંખ પરોવીને બોલ્યો. "મેઘના તું સાચું કહે છે. મારું નામ વીરા નથી." રુદ્રના આમ બોલતાં જ