બેબી

  • 5.3k
  • 2.5k

“ બેબી ”આજનાં દિવસને નિયતી કહો કે નિયતીનો દિવસ કહો.નિયતીએ સટાકથી અનનનાં ગાલે આંગળાના છાપા ઉપસી આવે એટલી હદે જોરથી તમાચો માર્યો. ગોરો અનન નો હેન્ડસમ ચહેરો ગુલાબી રંગમાં ફેરવાઈ ગયો. નિયતિ ક્રોધમાં અનનને ઉપરથી નીચે જોતી રહી. એનાથી રહેવાયું નહીં, “ એ તને કંઈ શરમ છે કે નહીં..?”“કોણ છે તું? હું તને જાણતો નથી.” અનને ખોફ દેખાડતાં કહ્યું.નિયતીએ એવો જ બીજો તમાચો અનનના ગાલ પર ચોળી દીધો.“અનન...!! આર યુ ઓલરાઈટ..?” અનનના બાજુમાં રહેલી નાજુક નમણી માનુની કિયાથી અસમજમાં પૂછી પડાયું. “બેબી..યા..!!” ખુબસુરત કિયાને મિશ્રભાવથી જોતો અનન ધીમા સ્વરે બોલી રહ્યો.“એહ..હહ..!! બેબી બેબી કહીને ગલ્સને ફસાવાનું બંધ કર..!!” નિયતીએ ઊંચા સ્વરમાં કહ્યું.“બેબી