ચાલો ફટાકડા ખરીદવા માર્કેટ જઈએ...

  • 4.6k
  • 1
  • 1.4k

ચાલો ફટાકડા ખરીદવા માર્કેટ જઈએ... સવારમાં ઉઠતાં વેંત જ થીયાએ કાગારોળ શરૂ કરી દીધી. સાથે-સાથે એની કઝીન બહેનો દીયા, હીયા અને જીયાએ પણ સૂર પૂરાવ્યો. સહિયારા કુટુંબમાં ઉછરી રહેલ આ ચારેય બહેનોએ એમની મમ્મીઓ વિરુદ્ધ આંદોલન શરૂ કરી દીધું. સવારમાં સામસામે ચાલી રહેલ ધાંધલધમાલથી દાદાજી અકળાયા. એમણે પૂજા-પાઠ કરી રહેલ બા ને પૂંછ્યું. “ઢીંગલીઓ સવાર-સવારમાં શી જીદ્દ કરે છે? અને, વહુઓ, મચક કેમ નથી આપતાં? આટલી બધી ધાંધલધમાલ પાર્લામેન્ટમાં હોય એમ...!” બા એ માંડીને વાત કરી “દીકરીઓની ગઈ કાલ જ સ્કૂલમાં પરીક્ષા પૂરી થઈ. આજથી દિવાળી વેકેશન શરૂ થયું. પરીક્ષાની તૈયારીઓ દરમિયાન એમની મમ્મીઓએ પ્રોમીસ આપ્યું હતું કે પરીક્ષા