ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨૧

(64)
  • 5.5k
  • 7
  • 1.8k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું એકવીસમું ફોન આવ્યો એટલે ઇન્સ્પેક્ટર ઠાકોરે કહ્યું:"ધીરાજી, ચાલો દરિયાકિનારે જઇ આવીએ."ધીરાજીને નવાઇ લાગી:"સાહેબ, આટલી બપોરે તાપમાં શેકાવા માટે જવાનું છે? દરિયાનું પાણી પણ ગરમ લાહ્ય જેવું થઇ ગયું હશે. સાંજે ફરવાનું ગોઠવોને..."ઇન્સ્પેક્ટર ઠાકોર હસીને બોલ્યા:"ધીરાજી, આપણા નસીબમાં ચાલુ નોકરીએ ફરવાનું નહીં ગુના ઉકેલવાનું કામ હોય છે. કાલે રાત્રે 'દોનોં કિસી કો નજર નહીં આયે, ચલ દરિયામેં ડૂબ જાયે...' ગાતાં ગાતાં પ્રેમી પંખીડાએ જીવ આપી દીધા લાગે છે. બે લાશ મળી છે. જોઇએ આત્મહત્યા છે કે હત્યા...ચાલો."ઇન્સ્પેક્ટર ઠાકોર દરિયા કિનારે પહોંચ્યા ત્યારે સ્થાનિક પોલીસ આવી ગઇ હતી. તેમની પાસેથી માહિતી મળી કે આજે સવારે માછલી પકડવા આવેલા એક