મયુર તો એની મમ્મીને આમ અચાનક જોઈ ખુબ જ ખુશ હતો. ઘરમાં જાણે બધા જ કારણ વગર પણ ખુશ હતાં. રામજી ભાઈ પણ ઘરે આવી નયનાબેનને મળ્યા . નયનાબેનને પણ ઘરના દરેક સભ્ય સરળ અને સારા લાગ્યા રાતે બધા જમીને વાતો કરતા હતાં... થોડી થોડી ઠંડી પણ પડવા લાગી હતી. એટલે તાપણું કરી બધા ચારેબાજુ બેસી વાતો કરતા હતાં. મયુર આયો ત્યારથી જ થોડો બેચેન હતો. એની આંખો સતત કોઈની રાહ જોતી હતી પણ એને પણ ખબર હતી કે એની આશા સફળ નહીં થાય.ત્યાં જ ભૂરી આવીને તાપણું કરવા મીરાં જોડે બેઠી. મીરાં એ