પ્રકરણ – 3 ઘણું બધું કહેવું હતું તમને, પણ .... ક્યારેક તમે ન મળ્યા .... ક્યારેક શબ્દો ન મળ્યા ..... કેબિનની અંદર, પોતાની રિવોલ્વિંગ ચેર પર અનંત, વૈભવી સાથેની તેની છેલ્લી રાતની વાતચીત ફરીને ફરી વાંચી રહ્યો હતો, જે ઘણા લાંબા સમય પછી બની રહેલી ઘટના હતી. આટલો મોટો બિઝનેસ હોવા છતાં અનંત ભાગ્યે જ પોતાના હેન્ડસેટને જરૂર કરતાં વધુ વાપરતો. જે રીતે એ પોતાની ચેટને અનિમેષ નજરે જોઈ રહ્યો હતો, એવું જણાઈ રહ્યું હતું કે જાણે તે પોતે તેમાં સમાવા જઈ રહ્યો હતો. એ ચેટના એકેએક શબ્દો જાણે એને પોતાની તરફ ખેંચી રહ્યાં હતા. જીવનમાં આમ પણ અમુક સંબંધો