પ્રકરણ ૮ વાતને ચારેક દિવસ વીતી ગયા દિવાળીનાં તહેવારો જતા રહ્યા. કવિથની ફ્લાઈટ ઓસ્ટ્રેલીયા ઉપડી ગઈ. ક્રિષાનું બેસતું નવું વર્ષ પણ દર વખતની જેમ કવિથની વિશ વગર જ પૂરું થયું. આંખમાં આંસુ સાથે તે સુનમુન તેના રૂમમાં પડી રહી તેણે તેના દરેક એક્ટિંગ શેડ્યુલ પોસ્ટપોંડ કરી દીધા. તેણે કવિથની ડાયરી હાથમાં લીધી, તેના પહેલા પાના પર હાર્ટ શેપમાં ડ્રો કરેલા શોર્ટ નેમ K.K” પર તેણે ફરી હાથ ફેરવ્યો તે વિચારી રહી હોય છે કે આ નામ તેનું પોતાનું અને કવિથનું હશે. તરત જ તેની નીચે લખેલી છેલ્લી લાઈન્સ વાંચે છે કવિમય થયેલ ક્વીથે કાવ્યા માટે લખેલી કહાની..!! “કવિ બનીને કંટાળ્યો