#KNOWN - 12

(19)
  • 3.1k
  • 1
  • 1.5k

અનન્યા આ સાંભળીને મનમાં ને મનમાં પોતાની કોઈ અલગ રમત વિચારીને ખુશ થઇ રહી હોય છે.... ત્યારબાદ અનન્યા પોતાના વસ્ત્રો પહેરીને ત્રિલોકનાથની સમીપ બેસે છે. "તને ભૂખ લાગી છે અનન્યા??" ત્રિલોકનાથે અનન્યાની સામું જોતા પૂછ્યું. "હા ખૂબજ લાગી છે, તમે તો મારા મનની વાત જાણી લીધી." અનન્યાએ ખુશ થતા કહ્યું. "હા, તો અત્યારથી જ હું તારી વિદ્યા શીખવાની ધગશ જોઈ લઉં. અઘોરપંથમાં આવતા પહેલા સમાજના સર્વ મોહમાયાને ત્યાગવા પડે છે, એટલે આપણે અત્યારે તારા પિતાનું મૃત મડદું ખાઈશું." ત્રિલોકનાથ અનન્યાને સમજાવતા બોલ્યો. અનન્યા તરત ઉભી થઇ અને કારની ડેકી ખોલીને તેના પિતાના શવને ઉપાડીને નીચે ઢસડતી ત્રિલોકનાથ પાસે લાવી, ત્યારબાદ