પેન્ટાગોન - ૧૨

(81)
  • 6.5k
  • 6
  • 3.8k

સનાની વાત સાંભળ્યા બાદ બધાને એની ઉપર ભરોસો બેઠો હતો છતાં પ્રોફેસર નાગ વિષે, આ મહેલ વિષે વધારે જાણવા બધા આતુર હતા. બધાંની ઇન્તેજારી પૂરી થઈ જ્યારે મહેલના કમ્પાઉન્ડમાં મોડી સાંજે એક ગાડી આવીને ઊભી રહેલી...ઘાટા વાદળી રંગની બી.એમ.ડબલ્યુ કમ્પાઉન્ડમાં આવીને ઊભી રહી હતી. એની ડ્રાઈવર સીટનો દરવાજો ખોલી એમાંથી એક લાંબો, પાતળો યુવાન બહાર આવેલો. ફેડેડ જીન્સ અને શોર્ટ ટીશર્ટમાં એ કુલ ડુંડ લાગી રહેલો. એના કેટલાક વાળ સોનેરી રંગે રંગેલા હતા જેમાં એ ખરેખર સુંદર લાગતો હતો. એણે નીચે ઉતરતા જ બધા સામે જોઈ એક સુંદર સ્મિત વેરી, એનો હાથ આગળ લંબાવી પોતાની ઓળખ આપતાં કહેલું,‘હે ગાય્સ આઇમ્