આરુદ્ધ an eternal love - ભાગ-૨૪

(36)
  • 3.2k
  • 2
  • 1.7k

"અનિરુદ્ધ, અચાનક બદલી? કોઈને કહ્યું પણ નહીં?" જય આવી પહોંચ્યો હતો. "હવે બસ, ગુજરાત મને ઘણું દઈ ચુક્યું અને હું પણ ગુજરાતને ઘણું દઈ ચૂક્યો. હવે વતનમાં જવું છે." આર્યાની સામે જોતા અનિરુદ્ધ બોલ્યો. તૈયારીઓ થઈ ગઈ હતી, અનિરુદ્ધનો વિદાય સમારંભ પણ થઇ ચૂક્યો. એના પિતા રાજસ્થાન પહોંચી ચૂક્યા હતા. આર્યા અનાથઆશ્રમ જઈ આવી, એના માટે વિદાય લેવી અઘરી હતી કારણકે હવે ફરીવાર એ ક્યારે અહીં આવશે એ નક્કી ન હતું. તો અનિરૂદ્ધ સાથે જોડાયેલા કર્મચારીઓને પણ પોતાના પ્રિય અધિકારીને વિદાય દેવી અઘરી હતી. આખરે એ બન્ને નીકળી ગયા, અઢળક યાદો પોતાની સાથે