અંતિમ વળાંક પ્રકરણ ૯ ઈશાને થોડીવાર પહેલાં સોહમે મીતના અપહરણના બનાવનું જે વર્ણન કર્યું હતું તે જ વર્ણન શબ્દશઃ પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ કર્યું. “ઓહ... આઈ સી. શું નામ છે તમારું?” “ ઇશાન ચોકસી”. “હા.. તો ઇશાન ચોકસી, તમારે કોઈની સાથે વેર કે દુશ્મનાવટ જેવું કઈ ખરું ?” “ઇન્સ્પેક્ટર સાહેબ, ઇશાન છેલ્લા ઘણા સમયથી લંડનમાં રહે છે. તેને અહીં કોની સાથે દુશ્મની હોય?” મોટાભાઈ અકળાઈને બોલી ઉઠયા. “મિસ્ટર, તમે આ ભાઈના શું થાવ છો? તમારું શું નામ છે?” ઈન્સ્પેક્ટરે અણગમાથી પૂછયું. “જી, મારું નામ આદિત્ય ચોકસી છે. ઇશાન મારો નાનો ભાઈ છે”. “મિસ્ટર આદિત્ય ચોકસી, માણસ લંડનમાં રહેતો હોય એટલે તેને