કોરોનાર્થશાસ્ત્ર – મહામારી vs આર્થિક કટોકટી

  • 4.7k
  • 2.8k

કોરોનાર્થશાસ્ત્ર વિષય પરનો પ્રથમ લેખ પ્રસિદ્ધ કર્યા બાદ ઘણા વાચકો તરફથી રસપ્રદ પ્રશ્નો મળ્યા. આ મંદી કેટલો સમય ચાલશે? આ મંદી 2008ની મંદી જેવી હશે કે તેનાથી વધુ ખરાબ કે ઓછી ખરાબ? શેરબજાર હજુ કેટલું તૂટશે કે નીચું જશે? શેરબજારમાં હવે ખરીદી કરી શકાય? ક્યા શેર ખરીદવા વધુ ફાયદાકારક રહેશે? વગેરે વગેરે... પહેલા તો એ સ્પષ્ટ કરી દઉં કે, શેરબજાર અર્થતંત્રના બૅરોમિટર સમાન છે અને હું આર્થિક બાબતોના લેખો લખું છું, તેમાં તેનો યથાયોગ્ય સમાવેશ થયેલો હોય છે. પરંતુ, શેરબજારનો વિશિષ્ટ અભ્યાસ કરી તે બાબતે સલાહ આપવી હાલ મારા માટે શક્ય નથી (Not my cup of tea). આ પ્રશ્નો ઉપરથી