રાઈટ એંગલ - 27

(29)
  • 3.6k
  • 1
  • 2.1k

રાઈટ એંગલ પ્રકરણ–૨૭ કશિશને હતું કે રાત પસાર થઇ છે એટલે કૌશલ હવે થોડો ઢીલો પડ્યો હશે. પણ એ માત્ર આટલું જ બોલીને વેધક નજરે એની સામે જોઇ રહ્યો, કશિશને ખ્યાલ આવી ગયો કે કૌશલ એની વાતમાં મક્કમ છે. હવે જે થાય તે હરિઇચ્છા! ‘હું એ વિશે જ વાત કરવા ઇચ્છું છું.‘ કશિશે કહ્યું એટલે કૌશલ બોલ્યા વિના એની સામે જોઇ રહ્યો, ‘તું કહે તે બધું હું કરી શકું છું...પણ એકવાર મારી જગ્યાએ તને મૂકીને વિચારી જો કે અગર તારી સામે મારી સાથે થયું તેવું થયું હોત તો તે શું રિએકશન આપ્યું હોત?‘ કશિશની આંખમાં સ્વાભિમાન હતું કે એ જોઇને