શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૨

(18)
  • 5.2k
  • 1
  • 3k

‘સાહેબ, ટીપુ કોઇ બાબતે સંધિ કરવા માંગતો નથી.’, મેડોવે બ્રિટીશ અધિકારીઓની સભામાં જણાવ્યું. બ્રિટીશ સરકારને ટીપુનું રાજ્ય પડાવવામાં વધુ રસ હતો. આથી જ વોલિસના માર્ગદર્શન હેઠળ મેડોવને ટીપુ સાથે મંત્રણા કરવા મોકલવામાં આવેલો. પરંતુ મંત્રણાનું પરિણામ તેમની ધારણા કરતા અલગ નીકળ્યું હતું. યોજના મુજબ વોલિસ માનતો હતો કે બે આંગ્લ-મૈસુર યુદ્ધ બાદ ટીપુના રાજ્યને ઘણું આર્થિક નુકસાન થયુ હશે, અને તે ભરપાઇ કરવા ટીપુ તેમની સાથે સંધિની ના પાડી શકે તેમ હતું જ નહિ. વોલિસના પાસા ઊંધા પડ્યા હતા. ટીપુનું રાજ્ય કાપડ અને ખેતી ઉદ્યોગના વિકાસને કારણે આર્થિક રીતે તો વિકસીત હતું જ, સાથે સાથે