4..કોલેજના દિવસો ખૂબ યાદગાર રહ્યા. કેન્ટીન, લાઈબ્રેરી, ગાર્ડન... મળવા માટેના સ્થાન.... કેટલાય બન્ક મારીને કેન્ટીનમાં કોફી પીધી હશે સાથે. એ કોફીનો સ્વાદ આજેય એવોજ સચ રકવાયો છે. ક્યારેક નવું વાચવાની ઈચ્છા થઇ હશે ત્યારે લાઈબ્રેરીના થોથા ઉથલાવ્યા હશે. અથવા તો, સામસામે સામે બેસીને એકબીજાને મેસેજ કર્યા હશે. કોઈ અગત્યની વાત હશે ત્યારે ગાર્ડનમાં બેઠા હોઈશું. ક્યારેક કોઈ સારું પુસ્તક વાંચીને એકબીજા સાથે ચર્ચા કરી હશે. સમ્બન્ધો નિભાવવાના નહીં...પણ, સમ્બન્ધોમાં જીવવાનું હોય છે, એવું અવિનાશ કહેતો. અને ખરેખર એ અમારા સંબંધમાં જીવ્યો હતો. એના જીવનનું આખું એક પ્રકરણ એણે મને આપ્યું હતું. કોઈ પણ પ્રકારના વ્યવહાર કે વચનમાં પડ્યા વગર... એણે બધું