પ્રિંસેસ નિયાબી - ભાગ 22

(21)
  • 4.7k
  • 3
  • 2.7k

નિયત સમયે અને દિવસે નિયાબી અને એના મિત્રોએ મુસાફરી ચાલુ કરી. દાદી ઓના અને દેવીસિંહજી એ બધાને મુસાફરી માટે શુભેચ્છાઓ આપી. જરૂરત નો સામાન લઈને એ લોકોએ ઘોડા પર મુસાફરી ચાલુ કરી. બધા માટે આ પહેલો અનુભવ હતો. પણ બધા ખુશ હતા. નિયાબી પણ.અગીલા: ઝાબી શુ લાગે છે? કેવી રહેશે મુસાફરી? આપણી તાલીમ જેવી?ઝાબી: અગીલા બંને અલગ છે. એના કરતા આ વધુ રોમાંચક રહેશે. હે ને ઓનીર?ઓનીર: ઝાબીની વાત સાચી છે. બંને અલગ છે એટલે અનુભવ પણ અલગ હશે.અગીલા: સેનાપતિ માતંગી તમારે શુ કહેવું છે?માતંગી: મને નથી ખબર કેમકે આ મારો પહેલો અનુભવ છે. પણ જેવો પણ હશે સારો હશે.