વિશ્વાસ

  • 5.8k
  • 2.6k

બાળપણમાં સાંભળ્યું હતું કે વિશ્વાસ એટલે વિશ્વ નો શ્વાસ...એ વખતે તો ના સમજાયું પણ જ્યારે સમજણ આવી તો સમજાયું કે વાત સાચી છે...સાચી જ વાત છે, વિશ્વના દરેક વ્યવહારો આજે એક માત્ર શબ્દ વિશ્વાસ પર જ ચાલે છે...પછી તે આર્થિક હોય કે પછી સામાજિક...કોઈ પણ સંબંધ ને ટકી રહેવા માટે એમાં વિશ્વાસ એક અનિવાર્ય સ્તંભ છે...વિશ્વાસ વગર વિશ્વનો કોઈ સંબંધ લાંબો ટકે નહિ..મિત્રતા અને પ્રેમમાં પણ પાયાની વસ્તુ જો કોઈ હોય તો એ છે વિશ્વાસ...તમને જેના પર વિશ્વાસ ન હોય એની સાથે તમે મિત્રતા જાળવી શકો નહિ અને બે પ્રેમી પંખીડા વચ્ચેનો પ્રેમ પણ આ વિશ્વાસ નામના પ્રાણવાયુ પર જ જીવિત હોય