આગળ જોયુ એમ ધાનીનો ગુસ્સો હવે આંખોમાં દેખાતો હતો પણ ઘર સુધી ચૂપચાપ બેસી રહી. ઘરમાં જઈને સીધી રુમમાં જઈને હોમવર્ક કરવા લાગી. અમે જલ્દી સુવાનુ કહીને ઉંઘી ગયા. રાતે મારી આંખ ખુલી એટલે હું ધાનીના રુમમાં ગયો. એ હજુ પણ લખતી હતી. હું તેની પાસે જઈને હું :- ધાનુ, બેટા કેટલુ બાકી છે હજુ? ધાની :- (હગ કરીને) ? ઘણુ બધુ બાકી છે હજુ. હું :- કાલે કરી લેજે ને. અત્યારે સુઈ જા ચલ હવે. ધાની :- મેડમ સ્ટ્રીકટ છે. ? હું :- ધાનુ.... ધાનુ. રડે છે કેમ એમાં? હું આવીશ મેડમને વાત કરી જઈશ કે