ભાગ-2 મને યાદ છે, એ ઇ.સ. 2002 ના ફેબ્રુઆરી મહિનાની 29મી તારીખની રાત હતી.હું ત્યારે છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. ખેતાબાપા(મારા દાદાના નાના ભાઇ) નાં ઘરે સૌ નેસડાવાળા વિયાળું-પાણી કરીને પરશ કરવા ભેગા થયા હતા. ઉત્તર ગુજરાતમાં ખેડૂત કે માલધારી વર્ગ આખો દિવસ કામ કરી રાત્રે કોઈ એક જણના ઘરે વાતો કરવા કે કોઈ ચર્ચા કરવા માટે ભેગા થાય એને પરાશ કે પરશ કહેવાય. એમાં દિવસભરની દિનચર્યા સાથે સૌ નવી નવી વાતો લઈને આવે અને રાત્રે મોડે સુધી બેઠક કરે. આવી જ એક પરશ મળી હતી. શિયાળાની છેલ્લો મહા મહિનાની એ ઠંડીમાં બરફ જેવો ટાઢા હેમ