મહાભારત ના રહસ્યો - સુરેખાહરણ (6)

(20)
  • 9.3k
  • 3
  • 5.4k

સુરેખા હરણ (3) હસ્તિનાપુરમાં એ વખતે શરણાઈના શૂર અને ઢોલનગારાં બાજી રહ્યાં હતાં. દુર્યોધન લક્ષમણાની જાન જોડીને દ્વારકા જઈ રહ્યો હતો. બલભદ્રએ આગ્રહ કરીને લાવલશ્કર સાથે ખૂબ મોટી જાન લઈ આવવા કહ્યું હતું. એટલે કૌરવ સો ભાઈઓ, મામા શકુનિ, અંગરાજ કર્ણ સહિત બીજા ચાર કારભારીઓ, ભીષ્મપિતા, ગુરુ દ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુપુત્ર અશ્વસ્થામા અને મહામંત્રી વિદુર સહિત જાડેરી જાન જોડવામાં આવી હતી. શણગારેલા હાથી,ઘોડા અને ઊંટની હરોળ ચાલી રહી હતી. કુંવર લક્ષમણો પણ સોનાના આભૂષણો અને રેશમી વસ્ત્રોથી પરાણે શોભતો રથ પર સવાર થયો હતો. "જુઓ મામા..કેવી મોટી જાન જોડીને આપણે જઈ રહ્યાં છીએ.દ્વારકાવાળા તો આપણી જાન જોઈને જ આભા